કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલા દવાખાનામાં કાચ મા જોવાની સગવડ છે એવા બોર્ડ લગાવી દર્દીઓની સારવાર થતી હોવાની વિગતો મળતા કાલોલ તાલુકાના આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ કરતા હોમીયોપેથી દવાખાના મા કાચ મા જોવાના મશીન (સ્ક્રીનીંગ મશીન) કોઈ પણ પ્રકારની પરવાનગી વગર ચાલુ હાલતમા જોવા મળેલ તેમજ આ સ્ક્રીનીંગ મશીન વાપરવા માટે જે જાણકાર માણસ જોઈએ તેવો કોઈ માણસ પણ મળી આવેલ નહી જેથી આરોગ્ય વિભાગે આ મશીન સીલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી કાલોલ ના તાલુકા હેલ્થ ઓફીસર ડૉ મિનેષ દોશી એ જણાવ્યું હતુ કે હજુ બીજા દવાખાનામાં તપાસ કરવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી કરવામા આવશે મળતી માહિતી મુજબ ડૉ મયંક જોશી, ડૉ રાકેશ શાહ, ડૉ આશિષ શાહ ના દવાખાનામાં આરોગ્ય વિભાગે તપાસ કરી હોવાની વિગતો જાણવા મળી છે. કોઈ પણ પ્રકારની ગુણવતા અને પરવાનગી વગર દરદીઓ ની સ્ક્રીનીંગ મશીન થી સારવાર કરતા તબીબો મા ફફડાટ ફેલાયો છે.