જેનિફર વિંગેટ અને 7 વર્ષ નાના એકટર સાથે રોમાન્સની અફવા પાછળ ખરેખર આ હકીકત છે. એવું ચર્ચાઇ રહ્યું છે કે ટીવી અભિનેતા મોહસીન ખાન "બેહદ 3" સીરિયલમાં જેનિફર વિગેટ સાથે સ્ક્રીન શેર કરશે. મોહસીન ખાને ચે રિશ્તા ક્યા કહેલાતા હૈ" સીરિયલમાં કાર્તિક ગોયેન્કાનું પાત્ર ભજવી દરેક ઘરમાં ઓળખ મેળવી હતી. લાંબા સમયથી મોહસીન ખાન ટીવી પડદાથી દૂર છે. અને હવે તે બેહદમાં જેનિફર સાથે સ્ક્રીન શેર કરશે તેવી અફવાનું બજાર ગરમ છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર લીક થતાં જ, જેનિફર અને મોહસીનના ચાહકોએ ખુશી વ્યક્ત કરી હતી. જેનિફર વિગેટ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. તો આગામી સમયમાં મોહસીન સાથે તેની જોડી કેવો રંગ લાવશે તે શો રિલીઝ થયા બાદ જ ખબર પડશે.