કાલોલ તાલુકાના બેઢિયા ગામનો નિરાધાર બાળક જયપાલ કે જે પોતાના તુટેલા ઘર ને કારણે આસપાસના લોકો ના મકાનમા આશ્રય લેતો હતો જે બાબત રામનાથ ગામના મનહર પટેલ અને રિંકેષ પટેલ ના ધ્યાને આવતા તેઓએ પોતાના શ્રી રામ હેલ્પ ગ્રુપ ની મદદ થી જયપાલ ના નવિન મકાન નુ બીડુ ઝડપ્યું અને આજ રોજ નવુ મકાન જયપાલ ને બનાવી રંગેચંગે ગૃહ પ્રવેશ કરાવ્યો આ પ્રસંગે નાનકડા બાળકની ખુશી નો કોઈ પાર નહોતો. શ્રી રામ હેલ્પ ગ્રુપ રખડતા લોકો ને નવડાવી નવા કપડા આપી જરૂરીયાત મંદ ને અનાજ આપવાનુ અને અનાથ નિરાધાર ને 'રામ કુટીર ' ઘર બનાવી આપવાનું કામ કરે છે