75 ઘરોના ગામમાં 51 લોકો છે IAS અને IPS
ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનું એક ગામ માધોપટ્ટી ઘણા IAS અને IPS અધિકારીઓનું ઘર છે. આ ગામમાંથી અત્યાર સુધીમાં 51 લોકોને અખિલ ભારતીય સેવાઓ માટે પસંદ કરવામાં આવ્યા છે. તે રાજધાની લખનૌથી 300 કિમીના અંતરે આવેલું છે. તેથી જ આ ગામને IAS ફેક્ટરી કહેવામાં આવે છે. નોંધનીય છે કે માધોપટ્ટી સિવિલ સર્વિસમાં સૌથી વધુ ઉમેદવારો ધરાવતું ગામ છે. સ્થાનિકોનો દાવો છે કે તહેવારો દરમિયાન આખું ગામ સરકારી વાહનોથી ખીચોખીચ ભરાઈ જાય છે.