પેટલાદમાં વિવિધ આંગણવાડીમાં ફરજ બજાવતા કર્મચારીઓ વિવિધ પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ ન આવતા 16 અને 17મી ફેબ્રુઆરી બે દિવસ હડતાલ ઉપર ઉતર્યા છે. 16 મી ફેબ્રુઆરીના રોજ આંગણવાડીના બહેનો પેટલાદ લાયન્સ ગાર્ડન ખાતે ભેગા થયા હતા અને આઈસીડીએસ કચેરીએ પહોંચી સામુહિક રજા રિપોર્ટ આપવા પહોંચ્યા હતા પરંતુ અધિકારી ન મળતા રજા રિપોર્ટનો થોકો ટેબલ ઉપર મૂકી પરત ફર્યા હતા. આંગણવાડીમાં ફરજ બજાવતા કર્મચારીઓ મોબાઇલમાં ડેટા એન્ટ્રી, બિલના નાણા સમયસર ન ચૂકવતા જાતે પૈસા કાઢવા પડે છે વગેરે જેવા અનેક મુદ્દાઓને લઈને આંગણવાડીના કર્મચારીઓએ હડતાલનુ આંદોલન છેડ્યું છે.