સરકાર દ્વારા તા. ૧૬ થી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપી ઇ-કેવાયસી માટે ખાસ ઝુંબેશ ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)દાહોદ જિલ્લાના બાકી ખેડૂતો ઈ કેવાયસી કરાવી અગાઉના બાકી અને આગામી ૧૬ મો હપ્તો મેળવી શકશે
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ ૧૫ મા હપ્તાથી ઇ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ જે લાભાર્થીઓને અગાઉ હપ્તા મળેલ ન હોય તેવા બધા હપ્તા અને આગામી ૧૬ મો હપ્તો મેળવવા માટે દાહોદ જિલ્લાના બાકી તમામ ૩૨,૧૮૩ ખેડૂતોનું ઇ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે. જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી છે તેઓ માટે સરકાર દ્વારા તા. ૧૬-૦૨-૨૦૨૪ થી તા.૨૨-૦૨-૨૦૨૪ સુધી સાત દિવસ કોમન સર્વિસ સેન્ટર મારફતે રાષ્ટ્રવ્યાપી ઇ-કેવાયસી માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું છે કે દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકામાં ૭૦૬૬, દાહોદમાં ૬૫૭૭, ફતેપુરા ૪૬૯૮, દે. બારીયામાં ૩૫૧૭, ગરબાડામાં ૨૯૫૪, લીમખેડામાં ૨૬૧૯, ધાનપુરમાં ૨૨૨૫, સીંગવડમાં ૧૪૬૨ અને સંજેલી તાલુકામાં ૧૦૬૫ સહિત કુલ ૩૨,૧૮૩ ખેડૂતોના ઇ-કેવાયસી કરવાના બાકી છે. લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ/ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રિક ઓથેંટીફીકેશન દ્વારા ઇ-કેવાયસી કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત, અન્ય પધ્ધતિઓ જેમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથન્ટીફીકેશન કરી ઇ-કેવાયસી કરાવવાનું રહેશે. પીએમ કિસાન યોજનાના લાભાર્થી દ્વારા પીએમ કિસાન એપ્લીકેશન પોતાના સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરીને બીજા લાભાર્થીઓનું ફેસ ઓથન્ટીફીકેશન દ્વારા ઇ-કેવાયસી કરી શકાશે તેમજ લાભાર્થીના આધારકાર્ડમાં જે મોબાઇલ નંબર રજિસ્ટ્રડ હશે તેના પર OTP દ્વારા પણ ઇ-કેવાયસી કરી શકાશે.
જે લાભર્થીઓના આધાર સિડિંગ બાકી હોય તેમજ લેંડ સીડીંગ બાકી હોય તેમણે અનુક્ર્મે આધાર સિડિંગ માટે જે બેંકમા ખાતુ હોય તે બેંકમાં જઈ આધાર સિડિંગ કરાવી લેવુ તેમજ લેંડ સિડિંગ માટે જિલ્લા કક્ષાએ ૮-અ ની લેટેસ્ટ નકલ તેમજ આધાર કાર્ડ જમા કરાવવા જેથી આગળનો હપ્તો મળી શકે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યું છે.