આજે ભારત બંધ...
શુક્રવારે દેશભરમાં ગ્રામીણ ભારત બંધનું આયોજન કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી અને મજૂર વિરોધી નીતિઓના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા અને સેન્ટ્રલ લેબર યુનિયનોએ આ બંધનું આહ્વાન કર્યું છે. સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે. બપોરે 12 વાગ્યાથી ખેડૂતો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે. ઇમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.