ધાનેરાના જડીયા ગામે પાસે અલ્ટો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અલ્ટો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકોના જીવ ગુમાવી રહ્યા છે. જેમાં ધાનેરાના જડિયા ગામ પાસે એક રિક્ષા અને અલટો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. રિક્ષા સવાર વંશીભાઈ રામપુરા છોટાવાળાને પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોની મદદથી 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે ધાનેરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી જઇ આગળની તપાસ હાથ ધરી છે.