નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ નાઓએ અત્રેના પો.સ્ટે. ખાતે બનેલ ખુનના ગુન્હાના આરોપીને સત્વરે અટક કરવાની કરેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મીત ગોહિલ સાહેબ ઇડર વિભાગ, ઇડર તથા ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સપેકટર ડી.એન.સાધુ સાહેબ ખેડબ્રહ્મા સર્કલ, ખેડબ્રહ્મા નાઓના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ સતત કાર્યરત રહેલ તે દરમ્યાન અમો ડી.એસ.રાઓલ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા પોલીસના માણસો પોશીના પો.સ્ટે પાર્ટ-એ- ગુ.ર.નં.૧૧૨૦૯૦૪૦૨૪૦૦૭૬/૨૦૨૪ ઇ.પી.કો. કલમ. ૩૦૨, ૩૨૩ મુજબના કામે તા.૧૩/૦૨/૨૦૨૪ના કલાક ૧૯/૦૦ વાગ્યાના સુમારે મોજે છોછર (ઉપલી દલસર ફળો) ગામે આ કામના આરોપી વનજીભાઇ રાયચંદભાઇ ગમાર રહે. છોછર (ઉપલી દલસર ફળો), તા.પોશીના, જી.સાબરકાંઠા નાઓએ મરણજનાર પોતાના પિતા રાયચંદભાઇ હોનાભાઇ
1/
ગમાર રહે. છોછર (ઉપલી દલસર ફળો), તા.પોશીના, જી.સાબરકાંઠા નાઓને સામાન્ય બોલાચાલીમાં ગડદાપાટુનો માર મારતાં મરણજનારના શરીરના કોઇ નાજુક અંગ ઉપર ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવેલ હોય અને બનાવ બન્યા બાદ આરોપી નાસતો ફરતો હોઇ આજરોજ પોલીસ ને મળેલ ખાનગી બાતમી આધારે આરોપી વનજીભાઇ રાયચંદભાઇ ગમાર ઉ.વ.૩૧ રહે. છોછર (ઉપલી દલસર ફળો), તા.પોશીના, જી.સાબરકાંઠા વાળાને પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ, ગણતરીના કલાકોમાં ખુનના ગંભીર ગુન્હાના આરોપીને પકડી પાડી પોશીના પોલીસે પ્રશંનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી (૧) શ્રી ડી.એસ.રાઓલ પોલીસ સબ ઇન્સપેકટર (૨) અ.હે.કો. ભરતકુમાર પરશોત્તમભાઇ બ.નં. ૨૫૦ (૩) આ.પો.કો. પ્રતાપભાઇ ભુરજીભાઇ બ.નં. ૧૬૮ (૪) અ.પો.કો. રાજેન્દ્રસિંહ બલવંતસિંહ બ.નં.૩૨૫ (૫) આ.લો.ર. દિપકકુમાર પુંજાભાઇ બ.નં. ૦૭૮૫ (૬) આ.લો.૨. તુષારકુમાર ધર્માભાઇ બ.નં. ૦૭૮૭