બ્રેકિંગ સમાચાર
હારીજ ચાણસ્મા .
પગપાળા જતા સંઘને નડયો અકસ્માત, 3ના મોત, પાંચ અતિગંભીર
રાજ્યમાં ફરી અકસ્માતનો બનાવ બન્યો છે. હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે પાંચથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ ચારની હાલત અતિગંભીર છે.