કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત ધ એમ જી એસ હાઈસ્કૂલ અને સી બી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સરસ્વતી વંદના યોજાઈ કાલોલ ની શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે મા સરસ્વતીના પ્રાગટ્ય દિન વસંત પંચમીના રોજ શાળામાં સ્થાપિત સરસ્વતી માતાની પૂજા અર્ચના કરી સરસ્વતી વંદના કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સરસ્વતી માનુ પૂજન કરી મા શારદા જીવનમાંથી અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પ્રદાન કરે અને સદબુદ્ધિ અર્પે તે માટે પ્રાર્થનાકરવામાં આવી.આ પ્રસંગે શાળાના આચાર્ય રિતેશભાઇ પંડ્યા અને શિક્ષકગણે વિદ્યાર્થીઓને વસંત પંચમીનું મહત્વ સમજાવ્યું હતું.શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુર ખાતે શાળામાં સરસ્વતી પૂજન, તુલસી પૂજન તેમજ સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થીનીઓ દ્વારા નૃત્ય, શ્લોક પઠન, ગીત તેમજ ત્રણ અલગ અલગ ભાષા માં વસંતપંચમી વિશે રજૂઆત કરી.

આ પ્રસંગે અતિથિ વિશેષ: આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાકણપુર ના ડો.પ્રો. કનુભાઈ ચંદાણા,ડો.પ્રો. પ્રવીણભાઈ અમીન વેજલપુર PSI એસ.એકલ કામોલ તેમજ તેમનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.