World Strongest Country: વિશ્વના સૌથી વધુ શક્તિશાળી દેશોમાં ભારતને 12મું સ્થાન આપવામાં આવ્યું છે. અમેરિકન કંપની ગ્લોબલ માર્કેટિંગ કમ્યુનિકેશને બીએવી ગ્રુપ અને યુએસ વર્લ્ડ એન્ડ ન્યૂઝ રિપોર્ટ સાથે મળીને વિશ્વના શક્તિશાળી દેશોનું રેન્કિંગ મોડેલ તૈયાર કર્યુ છે. તેમા ભારતને 100માંથી 46.3 પોઇન્ટ આપવામાં આવ્યા છે. અહેવાલમા જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલ, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, જાપાન, સાઉથ કોરીયા, બ્રિટન, જર્મની, રશિયા, ચીન અને અમેરિકા વિશ્વના ટોપ ટેન શક્તિશાળી દેશ છે. જ્યારે 11મા નંબરે ફ્રાન્સ અને બારમાં નંબરે ભારત છે.