હાલોલની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કચેરી ખાતે ગઈકાલે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ૧૦ બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત પેનલના ૧૦ ઉમેદવારો તેમજ કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પેનલના ૦૬ ઉમેદવારો મળી કુલ ૧૬ ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો જેમાં વિવિધ મંડળીઓના કુલ ૧૭૨ ખેડૂત સભાસદ મતદારો પૈકી ૧૬૬ મતદારોએ મતદાન કર્યું હતું જેમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ પોતે ખેડૂત સભાસદ તરીકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. જેમાં કુલ ૧૭૨ માંથી ૧૬૬ મતોનું મતદાન થતા કુલ ૯૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું જેમાં ગઈકાલે યોજાયેલી ચૂંટણીના મતદાનની મતગણતરીની પ્રક્રિયા આજે હાલોલની શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કચેરી ખાતે ચૂંટણી અધિકારી અને નાયબ નિયામક અને ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજીસ્ટર સરકારી મંડળીઓ જી.વી.ગરાસિયાના અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં કુલ ૧૬૬ મતદાતાઓના બેલેટ પેપર ચકાસતા જે પૈકીના ૦૭ બેલેટ પેપર રદ્ થયા હતા જેને લઈને કુલ ૧૫૯ માન્ય બેલ્ટ પેપર મુજબના મતદાનની મત ગણતરી થઈ હતી જેમાં ગણતરીના એક જ કલાકમાં ૧૨:૦૦ વાગ્યા સુધીમાં તો તમામ ૧૦ બેઠકોના પરિણામ જાહેર થવા પામ્યા હતાજેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રેરિત ખેડૂત પેનલની તમામ ૧૦ બેઠકોના ૧૦ ઉમેદવારો ભારે બહુમતી સાથે વિજેતા જાહેર થયા હતા જેને લઇને ભાજપા છાવણીમાં ભારે આનંદ સાથે ઉજવણીનો માહોલ સર્જાયો હતો અને વિજેતા ઉમેદવારોનું મોઢું મીઠું કરાવી ફૂલહાર કરી ભવ્ય અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેમાં ભાજપ પ્રેરિત પેનલના વિજેતા થયેલા ૧૦ ઉમેદવારો પૈકી ભારતીય જનતા પાર્ટીના હાલોલ તાલુકા સંગઠનના પ્રમુખ પ્રવિણસિંહ ઉદેસિંહ પરમાર તેમજ ગત ટર્મના શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલના પૂર્વ ચેરમેન યોગેન્દ્રસિંહ રુદ્રદત્તસિંહજી પરમાર ભાજપના ૧૦ ઉમેદવારોએ ભવ્ય જીત નોંધાવી હતી જેમાં પ્રવિણસિંહ ઉદેસિંહ પરમારને ૧૨૭ મત મળ્યા હતા જ્યારે યોગેન્દ્રસિંહજી પરમારને ૧૩૮ મતો મળ્યા હતા જ્યારે ભાજપની પેનલના ૧૦ ઉમેદવારોમાં સૌથી વધુ ૧૩૯ મત બારીયા ચંદુભાઈ નાથાભાઈને મળ્યા હતા જ્યારે વિજેતા થયેલા ભાજપના તમામ ૧૦ ઉમેદવારોએ પોતાની જીતનો તમામ શ્રેય ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર સહિત સભાસદ ખેડૂત મતદારોને તેમજ ભારતીય જનતા પાર્ટીના પોતાના સાથી મિત્રો અને કાર્યકરોને આપ્યો હતો જ્યારે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પેનલના તમામ ૬ ઉમેદવારોની કારમી હાર થઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીની ફરી એકવાર શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભવ્ય જીતને લઈને ભારતીય જનતા પાર્ટીના હાલોલ તાલુકા પંથકના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે ખુશી છવાઈ હતી.