ડીસા તાલુકાના રાણપુર વચલાવાસના કિરણભાઇ મફાભાઇ દેસાઇ અને તેમના ભાણેજ ગુગળના રાહુલભાઇ ભુરાભાઇ રબારી આખોલ ચાર રસ્તાએ દુકાને હતા.
ત્યારે ટ્રેકટર લઇને આવેલો લાખણીના મોટા કાપરાનો ભરત અમરતભાઇ રબારી અને તાલેગંજનો વિમલ મીઠાભાઇ રબારીએ અગાઉની મારામારીમાં કેમ છોડાવવા વચ્ચે પડ્યો હતો.
તેમ કહી ધોકો અને ખીલાસરીથી હુમલો કરી ઇજા કરી હતી.આ અંગે કિરણભાઇએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી.