વલસાડના કોસંબા ગામ ખાતે રહેતા એક ટંડેલ પરિવારની કોસંબા મારુતિ નગરમાં આવેલી જગ્યામાં પરિવારના એક સભ્યએ ખુલ્લી જગ્યામાં મકાન બનાવવા બાબતે મંજૂરી માંગતા ટંડેલ પરિવારના બંને પક્ષના સભ્યો વચ્ચે મારામારી થઈ હતી.મારામારીમાં બંને પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત થતા વલસાડ સીટી પોલીસ મથકે બંને પરિવારના સભ્યોએ સામ સામે ફરિયાદ નોંધાવી હતી.વલસાડ સીટી પોલીસે બંને પરિવારના સભ્યોની ફરિયાદ નોંધ આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડના કોસંબા મારુતિ નગરમાં આવેલી જમીનમાં મકાન બનાવવા મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી થતા વલસાડ સીટી પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધાઈ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2024/02/nerity_2a467d34a1fd8d2e31d0d26ee1a3e6d0.jpg)