દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં થઈ રહેલા વધારાને પગલે જિલ્લા પોલિસ તંત્ર તેમજ આર.ટી.ઓ. વિભાગ ગંભીર બન્યું છે. (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

આંતરીક સર્વેમાં પણ મોટાભાગના માર્ગ અકસ્માતના બનાવોમાં ચાલકે હેલ્મેટ નહીં પહેર્યું હોવાનું સામે આવ્યું છે.પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું પડશે, હેલ્મેટ નહીં પહેરનારનું લાયસન્સ ૩ મહિના માટે સસ્પેન્ડ કરાશે

 આર.ટી.ઓ વિભાગ દ્વારા દ્વીચકી વાહન ચાલકો સામે નવેસરથી ગાઈડ લાઈન બહાર પાડી છે જેમાં હવેથી મોટર વાહન અધિનિયમ મુજબ દાહોદ જિલ્લામાં તમામ દ્વિચક્રી વાહન ચાલકો તેમજ વાહનોની પાછળ બેસેલી વ્યક્તિને હેલ્મેટ પહેરવું ફરજિયાત (રાજ કાપડિયા 9879106469 )

જેના પગલે પોલીસ તંત્ર તેમજ આર ટી ઓ વિભાગ ગંભીર બન્યું છે. જો કોઈપણ વાહન ચાલક, અથવા પાછળ બેસેલો વ્યક્તિ હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રહશે મળશે જો હેલ્મેટ નહીં પહનેલુ હશે તો તે વાહન ચાલકનું લાઇસન્સ ત્રણ માસ માટે રદ કરાશે. ત્યારબાદ એ વાહન ચાલકનું લાયસન્સ પરત થયેલું હશે અને તે ફરીથી વાહન ચલાવતો પકડાશે તો તેનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરાશે. અને એકવાર લાયસન્સ રદ થયા બાદ નવેસરથી લાયસન્સ ઇસ્યુ થશે નહીં. જેથી દાહોદ શહેર જિલ્લાના દ્વીચક્રી વાહન ચાલકોને હવેથી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું પડશે, નહીંતર પોલીસ કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવી શકે છે