ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કેટલાક બાળકો જન્મની સાથે વાંકાચુકા પગ સાથે જન્મ લેતા હોય છે ત્યારે આવા બાળકો ના લીધે તેમના માતા-પિતાઓ ચિંતિત બની જતા હોય છે કે બાળક મોટો થશે તો કઈ રીતે ચાલશે અને તેની ઓળખાણ કઈ રીતે દૂર કરી શકાય જો કે કેટલાક લોકો ઓપરેશન પણ કરાવતા હોય છે અને તેની પાછળ મોટો ખર્ચો કરતા હોય છે પરંતુ ડીસાના એક ઓથોપેટીક તબીબ દ્વારા વાંકાચુકા પગ સાથે જન્મેલા બાળકોની માત્ર પ્લાસ્ટર દ્વારા સારવાર કરી વાંકાચુકા પગ સીધા કરવામાં આવે છે

ડીસા શહેરના હાઇવે ઉપર આવેલ પરિવાર ઓથોપેડિક હોસ્પિટલ ના ડો રમેશભાઈ પટેલ દ્વારા જે બાળકો જન્મની સાથે વાંકાચુકા પગ લઈને જન્મે છે તેવા બાળકોની ખૂબ જ સારી અને સાદી પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે જે બાળકોનો પગ નો પંજો વાંકો ચૂકો હોય તેવા બાળકોને માત્ર ચારથી આઠ જેટલા પ્લાસ્ટર કરી તેમના પગ સીધા કરવામાં આવે છે અત્યાર સુધીમાં આ તબિયત દ્વારા અનેક બાળકોની સારવાર કરવામાં આવી છે અને તેમાં તેમને સફળતા પણ મળી છે તેમજ આ તબીબ પોતાની ઉદારતા પણ બતાવી રહ્યા છે આમ તો સામાન્ય રીતે ડોક્ટરો પાસે જઈએ એટલે મોટા બીલો ચૂકવવા પડતા હોય છે પરંતુ ડોક્ટર રમેશભાઈ દ્વારા જે ગરીબ પરિવારના લોકો છે અને તેમના બાળકો વાંકાચુકા પગ સાથે જમ્યા છે તેવા બાળકોની એકદમ ફ્રી માં સારવાર કરવામાં આવે છે જેથી તબિયતના આ કાર્યને લોકો પણ બિરદાવી રહ્યા છે 

બોક્સ

1,000 થી વધુ બાળકોના પ્લાસ્ટર દ્વારા વાંકાચુકા પગ સીધા કર્યા

ડીસાની પરિવાર ઓથોપેડિક હોસ્પિટલ ના તબીબ દ્વારા જે બાળકો જન્મની સાથે વાંકાચુકા પગ લઈને જન્મે છે તેવા બાળકોની આ હોસ્પિટલમાં પ્લાસ્ટર દ્વારા સારવાર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં જે બાળકોના પગના પંજા વાંકાચુકા હતા તેવા 1,000 થી વધુ બાળકોની સારવાર કરવામાં આવી છે અને તમામ બાળકોના પગ સીધા થઇ ગયા છે 

બોક્સ

જેની પાસે સારવારના પૈસા નથી તેમને ફ્રીમાં સારવાર કરી આપીશ તબીબ

આ અંગે ડીસાની પરિવાર ઓથોપેડિક હોસ્પિટલ ના તબીબ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે બાળકો જન્મની સાથે વાંકાચુકા પગ લઈને જન્મે છે તેવા બાળકોની પ્લાસ્ટર દ્વારા સફળ સારવાર કરવામાં આવે છે અને જે ગરીબ પરિવારો છે જેમની પાસે સારવારના પૈસા નથી તેવા તમામ પરિવારોને મારી હોસ્પિટલમાં હું ફ્રીમાં આ પ્લાસ્ટરની સારવાર કરી આપીશ