તળાજા બજરંગ દળ દ્વારા તળાજા તાલુકા માસિક પ્રખંડ બેઠકનો સ્નેહ મિલન કાર્યક્રમ પીપરલા ગામે શ્રીજી વાડી ખાતે યોજાયો.જેમાં મોટી સંખ્યામાં બજરંગ દળ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

     કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મને આગળ વધારવા તેમજ ધર્મની રક્ષા માટે હર હંમેશ ખડે પગે રહીને હિન્દુ ધર્મને વિસ્તારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે જેમાં ઉદ્ઘાટન , સર્ચા સત્ર , ખંડ સમિતિની રસના અને બૌદ્ધિક જેવા સત્ર રહ્યા હતા ખંડ સમિતિ ની રસના અને ખંડ સમિતિના સંયોજક ની નિમણૂક કરવામાં આવી હતી 

           આ કાર્યક્રમમાં લાખાભાઈ ભુવા ( સૌ. પ્રાંત સહ સંયોજક)રામશંકરભાઈ બારૈયા (અધ્યક્ષ શ્રી તળાજા પ્રખંડ)ઉત્તમભાઈ ગોહિલ(ભાવનગર વિભાગ સહ સંયોજક)ગિગુભાઈ ભમ્મર (જિલ્લા સંયોજક)સંજયભાઇ ગોહિલપ્રાંત સહ સંયોજક લાખાભાઈ ભુવાનું(તળાજા પ્રખન્ડ સંયોજક) પીપરલા બજરંગ દળ ના પ્રમુખ સુરેશભાઈ વાળા,લલ્લુભાઈ લાધવા તાલુકા પંચાયત સદસ્ય પીપરલા, સરપંચશ્રી પીપરલા ભુપતભાઈ પંડ્યા,વાસુદેવભાઈ માસ્તર, આર.કે સાહેબ હાજર રહ્યા હતા છેલ્લે બજરંગ દળ તમામ કાર્યકરોએ સાથે ભોજન લઇ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.