ડીસા શહેરના હાઇવે ઉપર ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જેથી કરીને મોટા વાહન ચાલકો બ્રિજ ઉપરથી પસાર થાય અને નાનાવાનચાલકોને બ્રિજ નીચેથી પસાર થવામાં કોઈ તકલીફ ન પડે અને ટ્રાફિક જામ પણ ન સર્જાય તે માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ ખાનગી લક્ઝરી બસ ચાલકો એ ઓવરબ્રીજ નીચેના રોડને પોતાનું પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દીધું છે સવારથી લઈ સાંજ સુધી ખાનગી લક્ઝરી બસના ચાલકો રોડ ઉપર આડેધડ પોતાની લક્ઝરીઓ પાર્ક કરી દે છે જેના લીધે અનેકવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે તો આ ઉપરાંત નાના વાહન ચાલકોને પસાર થવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા લક્ઝરી બસ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઊઠવા પામી છે
ડીસા શહેરના હાઇવે ઉપર દીપક હોટલથી લઈ ગાયત્રી મંદિર સુધીના ઓવરબ્રિજ નીચેના રોડ ઉપર અનેક વાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે ત્યારે આ સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ ટ્રાફિકજામ સર્જાવાનો મુખ્ય કારણ ખાનગી લક્ઝરી બસના ચાલકો છે સવારથી લઈને મોડી સાંજ સુધી રોડ ઉપર ખાનગી લક્ઝરી બસ ચાલકો પોતાની લક્ઝરીઓ પાર્ક કરી દે છે તેમજ કેટલાક લક્ઝરી ચાલકો રોડ ઉપર જ પોતાની લક્ઝરી ઉભી રાખી મુસાફરોને ઉતારે છે અને બેસાડે છે જેથી કરીને આ રોડ ઉપરથી પસાર થતા નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ઓવરબ્રિજ નીચેના રોડને ખાનગી લક્ઝરી બસ ચાલકોએ પોતાનું પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દીધું છે આ નજારો પોલીસ જોતી હોવા છતાં પણ પોલીસ ખાનગી લક્ઝરી બસ ચાલકો સામે કોઈ જ કાર્યવાહી કરતી નથી જો સામાન્ય કોઈ રિક્ષાવાળો કે લારી વાળો રસ્તાની સાઈડમાં ઉભો રહેતો તેને પણ દંડ ફટકારતી હોય છે ત્યારે ગાયત્રી મંદિરથી દિપક હોટલ સુધીના રોડ ઉપર આડેધડ પાર્ક કરતા લક્ઝરી બસ ચાલકો સામે પોલીસ કેમ કોઈ કાર્યવાહી કરતી નથી ત્યારે આ મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આ લક્ઝરી બસ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ડીસા વાસીઓમાં ઉઠવા પામી છે
હોસ્પિટલના કામે આવતા લોકોની ગાડીને ડ્રોઈંગ વાળા લોક મારી દે છે
ડીસાના હાઈવે ઉપર દવાખાનાના કામે આવતા લોકો પોતાની ગાડી સર્વિસ રોડ ની સાઈડમાં પાર્ક કરે તો ટોઈંગ સંચાલકો તે ગાડીને લોક મારી દેતા હોય છે અને તેમની પાસેથી દંડ વસૂલ્યા બાદ જ લોક ખોલતા હોય છે ત્યારે રોડ ઉપર આડેધડ ઊભા રહેતા ખાનગી લક્ઝરી ચાલકો સામે ટોઈંગ સંચાલકો પણ કોઈ કાર્યવાહી કરતા નથી જેથી લક્ઝરી બસ ના સંચાલકો પોલીસની સાથે સાથે ટોઈંગ સંચાલકો સાથે પણ સાંઢ ઘાટ હોવાની ચર્ચાઓ થઈ રહી છે