કાલોલ તાલુકાના સાતમણા ગામના કરાના મુવાડા ખાતે રહેતા અર્જુનસિંહ જાલમસિંહ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા ગત તા ૦૭/૦૯/૨૩ ના રોજ તેઓ તેઓના ઘરે હતા ત્યારે તેમના ગામમાં ત્રણ અજાણ્યા માણસો મદારીનો વેષ ધારણ કરીને આવ્યા હતા અને ગામમાં નવા નવા ખેલ બતાવતા હતા જેથી ફરિયાદી પણ જોવા માટે ગયા હતા ગામના માણસો મજારીઓને અનાજ આપતા હતા જેથી ફરિયાદી પણ ચોખા આપવા માટે ગયા હતા ચોખા આપતા હતા તે સમયે મદારીઓએ જણાવેલ કે અમારે તમારા ઘરે ચા પીવી છે એમ કહેતા ફરીયાદી માલધારીઓને પોતાના ઘરે લા ત્યારબાદ સામાન્ય ચર્ચા કરી બાળકો કેટલા છે તે બાબતે મદારીઓએ પૂછ્યું હતું અને તમે જે ઘરેણા પહેરીને ફરો છો તેનાથી ગામમાં ખરાબ નજર પડી છે જેથી તમારા નાના છોકરાને તકલીફ થશે તેમ જણાવી કોઈ ભૂવા પાસે વિધી કરાવવા કહ્યુ હતુ જેથી ડરી ગયેલ ફરિયાદી એ પોતે કોઈ ભુવાને ઓળખતા નથી અમે ક્યાં ભુવાને શોધવા જઈશું તેમ કહેતા મદારીઓ એ જણાવેલ કે આ વીધી તેઓ પોતે કરી આપશે તેમ જણાવી તેઓને વિશ્વાસમાં લઈ તમારા ઘરમાં જે કંઈ પણ રકમો છે તેની ઉપર વિધિ કરવી પડશે કેમ જણાવી ઘરમાં રહેલ રકમો ફરિયાદીના પત્નીએ અને ફરિયાદીએ કાઢી આપતા તે રકમો એક ચુંદડી મા મૂકી પોટલુ વાળી તેઓ સાથે લાવેલ માટલા મા મુકાવી માટલા ઉપર કપડુ બાંધી અગરબત્તી કરી વિધી ચાલુ કરેલ અને અગરબત્તી ઘરની પાછળ પીપળા ના ઝાડ નીચે મુકાવી તેઓને કાપડ બાંધેલ માટલું આપી ને જણાવેલ કે આ ઘડો તમારા ઘરમાં તિજોરી મા મુકજો અને અમે સાત દિવસ પછી આવીશું ત્યારે ઘડો ખોલીશું સાત દિવસ દરમિયાન તમારા છોકરાને કોઈ તકલીફ થાય તો અમોને ફોન કરજો તેઓ વિશ્વાસ આપી જતા રહેલા ફરિયાદી સાથે સતત ચાર દિવસ ટેલીફોન પર સંપર્ક કરી આગળ ખોલશો નહીં અમે આઠમાં દિવસે આવીને ખોલીશું તેમ જણાવતા હતા પરંતુ આઠમા દિવસે તેઓ આવ્યા ન હતા તેઓએ આપેલ નંબર ઉપર ફોન કરતા ફોન બંધ આવતો હતો જેથી દસમાં દિવસે ફરી આવ્યા માટે નો ઘડો ખોલતા તેઓ તમામ મૂકેલા સોના ચાંદીના દાગીના ને બદલે કોરા કાગળ અને ચોખા મળી આવ્યા હતા ફરિયાદી અરવિંદભાઈએ આસપાસના ગામોમાં મદારી વિશે તપાસ કરી પરંતુ તેઓનો કોઈ પતો મળી આવેલ નહીં સગા સંબંધીઓને પણ આ બાબતે વાતચીત કરી તપાસ કરાવી હતી અને પોતાની રકમ પરત મળી જશે તે હેતુંથી શોધખોળ આદરી હતી પણ નહિ મળતા અંતે થાકીને તેઓએ કાલોલ પોલીસમાં ત્રણ અજાણ્યા ઈસમો સામે છેતરપિંડી કરી રૂ ૧,૦૧,૦૦૦/ ના સોના ચાંદીના દાગીના પડાવી જવા બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দ'লবাগানত ভগ্ন পুল
নাজিৰা সমষ্টিৰ দ'লবাগান চন্টক সংযোগী ঐতিহাসিক ৰমণী আলিৰ মিঠাপুখুৰীত থকা এটা গুৰুত্বপূৰ্ণ পুল ভাগি...
પંજાબના નવાશહરમાં એક હ્રદય હચમચાવી દેનારો માર્ગ અકસ્માત થયો |Viral Video
પંજાબના નવાશહરમાં એક હ્રદય હચમચાવી દેનારો માર્ગ અકસ્માત થયો |Viral Video
Mahashivratri 2023: इस दिन है महाशिवरात्रि, जानें-तिथि, शुभ मुहूर्त और महादेव की पूजा-विधि
Mahashivratri 2023 महाशिवरात्रि की पूजा निशिता काल में की जाती है। इसके लिए 18 फरवरी को...