સણસોલી ના પાની મુવાડી ગામે ભાથીજી મહારાજના ૨૧ માં પાટોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભાથીજી મંદિરના પાટોત્સવ અનુસંધાને મંદિર માં શણગાર સજી મંદિરને ફુલ થી અને લાઈટ થી સુવર્ણમય બનાવ્યું હતું ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ ભાથીજી મંદિર ના પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ કુડ બનાવી ને મહા યજ્ઞ રાખવામાં આવ્યો હતો ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ડીજે ના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ભાથીજી મંદિર થી નીકળેલ સમગ્ર ગામમાં ફરી હતી યાત્રા માં ભાવિ ભક્તો એક અનેરો ઉત્સાહ વાતાવરણ ભક્તિમય બન્યું હતું ત્યારે શોભાયાત્રા માં આજુબાજુ ગામ ના અને મહેમાનો જોડાયયા સાથે સાથે આ મંદિર ની માનતા રાખે તો એ પૂરી થાય છે તેવું ગામ લોકો દ્વારા કહેવામાં આવે છે શોભાયાત્રા પુરી થયા બાદ નાની નાની બાળાઓએ કળશ લીધેલા હોય તેવી બાળાઓને ગામ લોકો દ્વારા નાની મોટી ભેટ અર્પણ કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખૂબ જ ધાર્મિક માહોલ બનેલો આમ શ્રીફળ ધજા રોહન આરતી ની બોલી બોલાવવામાં આવે છે જે સૌથી વધુ બોલી બોલાવે તેને ધજા રોહન શ્રીફળ અને આરતી નો લાભ મળે છે આરતી નો લાહો ગીરવત સિંહ રાઠોડ લીધો ધજા રોહન લાહો અશોકસિંહ રાઠોડ લીધો અને શ્રીફળ હોમ નો લાહો પ્રકાશ ભાઈ એ લીધો આમ યજ્ઞ પુર્ણાહુતી ક્યાં બાદ આવેલા તમામ ભાવિ ભક્તો એ મહા પ્રસાદ નો લાહો લીધો હતો રાત્રે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ નું આખ્યાન જય ગોગા મહારાજ મોર આંબલી દ્ધારા રજૂ કયું હતું ત્યારે ગામના ભાવિ ભક્તો તેમજ આવેલા મહેમાનો અને આજુબાજુના વિસ્તારના ભાવિ ભક્તો એ ખુબ ઉત્સાહથી ભરપૂર માત્રામાં નિહાળ્યું હતું ખુબ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા....