કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોધરા એલસીબી પોલીસે દોલતપુરા ગામના એક બૂટલેગર ના રહેણાંક મકાનમાંથી અને કાલોલ ગોમા નદીના બ્રિજ પાસે નાકાબંધી કરી વિદેશી દારૂના ૩,૯૦,૦૭૯ નો મુદ્દામાલ કબજે કરતા સમગ્ર કાલોલ પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલ.સી.બી.સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેઈડો કરવા સુચના કરેલ.જે સુચના અન્વયે એસ.આર.શર્મા પો.સ.ઈ. એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કાલોલ તાલુકાના દોલતપુરા ગામે રહેતા પ્રોહી બુટલેગર્સ દિલીપસિંહ ઉર્ફે દીલો સામંતસિંહ રાઠોડ નાઓ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચાણ કરવા સંતાડી રાખેલ છે. તેવી મળેલ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે દોલતપુરા ગામે રહેતા પ્રોહી બૂટલેગર દિલીપસિંહ ઉર્ફે દીલો સામંતસિંહ રાઠોડ નાઓના ઘરે રેઇડ કરતા તેના ઘરેથી કવાન્ટી કલ્બ ડીલક્ષ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૪૨ કિ.રૂ.૩,૦૨૪/- ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૧૩૮ કિ.રૂ.૧૩,૩૮૬/- કિંગ ફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયરના ટીન નંગ-૯૮ કિ.રૂ.૧૧,૭૬૦/માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-૯૮ કિ.રૂ.૧૧,૦૦૯/- મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ અને આરોપી દિલીપસિંહ ઉર્ફે દીલો સામંતસિંહ રાઠોડ રહે.દોલતપુરા તા.કાલોલ ઉપરોકત આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.બીજી તરફ કેહજીભાઇ સૈયદુભાઇ આ.હે.કો. એલ.સી.બી.ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,એક સીલ્વર કલરની બલેનો ગાડી નંબર જીજે-૨૩-બીડી-૫૭૮૦ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઇને તેનો ચાલક દાહોદ તરફથી નીકળેલ છે અને ગોધરા થઇ કાલોલ થઇ વડોદરા તરફ જનાર છે.તેવી

મળેલ બાતમી આધારે ડૉ. એમ.એમ.ઠાકોર પો.સ.ઇ. એલ.સી.બી.તથા એલ.સી.બી.

સ્ટાફના માણસો સાથે કાલોલ ગોમા નદીના બ્રીજ પાસે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ

બલેનો ગાડીમાં તપાસ કરતા કીંગ ફીશર એકસ્ટરા સુપર સ્ટરોંગ બીયરના ટીન નંગ-૯૩૬ કિ.રૂ. ૧,૪૦,૪૦૦/બલેનો ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦/મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૦,૫૦૦/મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ અને વિષ્ણુ અંબારામ મેડા ઉ.વ. ૨૮ રહે.ગામ રૂપારેલ પંચાયત ડાભડી તા.પેટલાવદ જી.ઝાબુઆ મધ્યપ્રદેશ અને મનીષ નંદુ માલવી ઉ.વ.૨૨ રહે.ગામ ખામડીપાડા પંચાયત ટીમરીયા તા.પેટલાવદ જી.ઝાબુઆ મધ્યપ્રદેશ ઉપરોકત આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.આમ એલસીબી પોલીસે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દિવસમાં ત્રણ લાખ નેવું હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરતા સમગ્ર કાલોલ પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે