પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ખેડબ્રહ્મા રોડ પર ચિખલાં વિસ્તાર નજીક પાઇપ ભરી ને જતા એક ટ્રેલર નો ભયંકર અકસ્માત સર્જાયો રાજસ્થાન તરફ થી પાઇપ ભરી ને ખેડબ્રહ્મા તરફ જતા ટ્રેલર ઓવર સ્પીડિંગ ને લીધે ચીખલાં વિસ્તાર નજીક વળાંક પર સ્ટેરીંગ પર નો કાબૂ ગુમાવવાના લીધે પલટી મારી ગયું હતું.જેના લીધે ખેડબ્રહ્મા તરફ જતા રસ્તા પર રસ્તો બ્લોક થતા ટ્રાફિક જામ થયો હતો . અકસ્માત સર્જાતા અંબાજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ટ્રેલર ની કેબિન ના ભાગ માં ફસાયેલ ડ્રાઈવર અને ક્લીનર ને બચાવવા ની કામગીરી શરૂ કરાઇ હતી . જેમાં ટ્રેલર માં સવાર બન્ને લોકો માંથી એક નું ઘટના સ્થળે જ મોત થયું હતું અને અન્ય એક ને ગંભીર હાલત માં ૧૦૮ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો....