કોમર્સ કોલેજ ગોધરા એન એસ એસ દ્વારા થેલેસેમિયા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

     લગ્ન સંબંધ નક્કી કરતી વખતે કુંડળીની સાથે ફરજિયાત થેલેસેમિયા રિપોર્ટ પણ મેળવો તેવું એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી એ કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ દ્વારા આયોજિત થેલેસેમિયા અવેરનેસ પ્રોગ્રામમાં ઉપસ્થિત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. થેલેસેમિયા ચેકઅપ કરાવતા જો કોઈ વિદ્યાર્થી થેલેસેમિયા માઈનર માલુમ પડે તો તેણે પોતાના લગ્ન થેલેસેમિયા માઈનર વ્યક્તિ સાથે કદાપી કરવા નહીં કારણ કે જો બે થેલેસેમિયા માઈનર ના લગ્ન થાય તો સંભવિત બાળક થેલેસેમિયા મેજર જન્મી શકે અને થેલેસેમિયા મેજર એ ગંભીર અને જીવલેણ બીમારી કહી શકાય. આ પ્રસંગે અમિતાભ બચ્ચન સહિતના થેલેસેમિયા માઈનર વાળા વ્યક્તિઓના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને સાવચેત રહેવા સલાહ આપવામાં આવી હતી.