ડીસામાં આજે UGVCL દ્વારા 132 KV સબ સ્ટેશનનું સમારકામ હાથ ધરાયું હોવાથી વિજ પુરવઠો બંધ રખાયો હતો અને શહેરની તમામ સોસાયટીઓમાં વિજ પુરવઠો બંધ રાખી વીજ કર્મચારીઓએ વિવિધ પ્રકારના સમારકામની કામગીરી પૂર્ણ કરી હતી.

ડીસામાં UGVCL દ્વારા આજે 132 KV સબ સ્ટેશનની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે શહેરની તમામ સોસાયટીઓમાં સવારે આઠ વાગ્યાથી જ વીજ પુરવઠો બંધ કરી કર્મચારીઓએ વિવિધ પ્રકારના સમારકામ કર્યું હતું.

આ અંગે UGVCLના ડીસા શહેર નાયબ ઇજનેર જીતેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે, આજે 132 KV સબ સ્ટેશનનું સટડાઉન હોય અલગ અલગ 24 ગેંગ દ્વારા 132 KV સબ સ્ટેશન અંદર આવતા ફીડરોને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં કર્મચારીઓએ દિવસભર ઉત્તરાયણ પછી વાયર ઉપર ફસાયેલા પતંગ દોરા દૂર કર્યા, ઢીલા વાયરો ખેંચીને સેટ કર્યા, બળી ગયેલા જમ્પરો બદલવાની કામગીરી અને DP કે વાયરો પરની વેલો અને ટ્રી દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી.

ડીસા શહેર પેટા વિભાગીય કચેરીના તાંબા હેઠળ આવતા 11 KV નવા ડીસા ફીડર નંબર 1, ફીડર 2, ફીડર 3, ફીડર 4, ગાયત્રી ફીડર, નેમીનાથ ફીડર, ડાયમંડ ફીડર, બનાસ ફીડર, કોલ્ડ સ્ટોરેજ સહિત શહેરની તમામ સોસાયટીઓ સરસ્વતી પાર્ક, સાર્થક બંગલોઝ, શ્યામ બંગ્લોઝ, શુભમ પાર્ટી પ્લોટ આજુબાજુનો વિસ્તાર, ગ્રીન સિટી, તિરુમાલા, ઉત્સવ બંગ્લોસ,બાલાજી, વી.એન.મંડોરા પાર્ક, ક્રિષ્ન વિલા, સાનિધ્ય વિલા, રામાઉમા, અનંત ગેલેક્સી, નંદનવન ડ્રીમ સોસાયટી, સુખદેવ નગર, શાંતિનગર, APMC માર્કેટ યાર્ડ, પ્રીતમનગર હિમાલય સોસાયટી, નીલકંઠ વિલા, રત્નાકર સોસાયટી, વિરેન પાર્ક સોસાયટી, વંદના સોસાયટી,

 શ્રીજી વિલા સોસાયટી, મોઢેશ્વરી સોસાયટી, વેલુનગર સોસાયટી, જોગકૃપા સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, બજરંગ સોસાયટી, બાલાજી પાર્ક, ગોવર્ધન સોસાયટી, સાહિલ સોસાયટી, ગવાડી, અસગરી પાર્ક, નવાવાસ, લાટી બજાર, રીસાલા, લેખરાજ ચાર રસ્તા, લાલચાલી, કુભારવાસ, ગાંધી ચોક, સોની બજાર સદર બજાર, ડોલીવાસ, તેરમીનાળા, વાડી રોડ, નહેરુનગર ટેકરા, કાપડી વાસ, નેમીનાથ, જુના બસ સ્ટેન્ડ રોડ, બેકરી કુવા હોળા, સમર્પણ સોસાયટી, ગુલબાણીનગર, રામનગર, શીવનગર, સરગમ સોસાયટી, સાર ટાઉનશિપ, GIDC, રેલ્વે સ્ટેશન રોડ, હુશેની ચોક, માયાનગર, બનાસ એરીયા, ગાયત્રીનગર, કચ્છી કોલોની, સોમનાથ, આસાપુરા સોસાયટી, ઓમ પાર્ક, કિશોર પાર્ક, ચંદન સોસાયટી, ખોડીયાર પાર્ક, રીજમેટ, તીરુપતી, જલારામ, પીન્ક સીટી, શિવ સાગર, ઉમીયા નગર, કરછી કોલોની રોડ, સોમનાથ ટાઉનશીપ, આશાપુરા સોસાયટી, ૐ પાર્ક, કીશોર પાર્ક, ચંદન સોસાયટી, રાણપુર રોડ, ત્રણ હનુમાન રોડ, ડોક્ટર હાઉસ, ડાયમંડ સોસાયટી, નીલકમલ, ઉન્નતી પાર્કમાં આવતા અન્ય વિસ્તારોમાં પણ સવારે આઠ વાગ્યાથી સાંજ વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો.