પાવીજેતપુર તાલુકાના કુકણા ગામે થી ખેતરના છેડા ઉપર મુકેલ બાઈકની દિન દહાડે થયેલી ચોરી

            પાવીજેતપુર તાલુકાના કુકણા ગામે ખેતરના છેડા ઉપર પોતાની બાઈક લોક કરી ખેતી કામ કરવા ગયેલા ખેડૂતની બાઈક દીન દહાડે ચોરી થઈ ગયા ની ફરિયાદ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે. 

             પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કુકણા ગામે રહેતા રણજીતભાઈ પરબતભાઈ બારીયા પોતાના ખેતરે ખેતી કામ કરવા માટે ૩૦ જાન્યુઆરીના રોજ સવારે ૮ વાગે ગયા હોય. પોતાના ખેતરના છેડા ઉપર પોતાની બાઈકને લોક કરી, પાર્ક કરી હતી. એક કલાક ખેતી કામ કર્યા બાદ પોતાના ઘરે પરત જવા માટે ખેતરના છેડા ઉપર આવી જોતા પોતાની બાઈક ત્યાં જોવા મળી ન હતી. સ્વાભાવિક રીતે જ ગભરાયેલા રણજીતભાઈ ચોફેર તપાસ કરી હોય સગા સંબંધીઓને ત્યાં પણ તપાસ કરી હોય પરંતુ બાઈક ના કોઈપણ સમાચાર ન મળતા રણજીતભાઈએ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં કોઈક અજાણ્યા ચોરે બાઈકનું લોક તોડી અથવા ડુબલીકેટ ચાવી નો ઉપયોગ કરી ગાડી ચોરી લઈ ગયા હોવાની ફરિયાદ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. 

           સામાન્ય રીતે નગર વિસ્તારમાં રાત્રિના સમયે બાઈકો ઉઠાંતરી ના બનાવો બનતા હતા. પરંતુ હવે અંતરિયાળ ગામડાના ખેતરોના છેડા ઉપરથી પણ બાઈક ચોરાઈ જતા લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. પાવીજેતપુર તાલુકાના કુકણા ગામે ખેતરના છેડા ઉપર સવારે ૮ વાગે પાર્ક કરેલી બાઈક ૯ વાગ્યા સુધી માં ચોરાઈ જવા પામી હતી જે અંગે પાવીજેતપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.