ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી હતી. બનાવની પગલે નગરપાલિકાની ટીમ બનાવ સ્થળે પહોંચી આગ પર કાબt મેળવ્યો હતો.
ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતા રામાભાઇ મધાજી રાજપુત મજૂરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેમજ આજે અચાનક ઘરમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં આખા ઘરમાં આગ પ્રસરી ગઈ હતી. બનાવને પગલે પરિવારના સભ્યો સહિત આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.
અચાનક ઘરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘરવખરીનો સંપૂર્ણ માલ સમાન બનીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ અનાજ સહિતનો માલસામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ જતાં ગરીબ પરિવારને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.