દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામના યુવકની 6 માસ પહેલાં બોરિયાલા ગામના ખેતરના કૂવામાંથી લાશ મળી હતી. ત્યારે આ મામલે તલસ્પર્શી તપાસ બાદ તેની પોતાની પત્નીએ જ પ્રેમીને 50 હજાર રૂપિયાની સોપારી આપીને હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો. પ્રેમીએ પણ કાયદાકિય ચુંગાલમાં નહીં આવે તેવું ષડયંત્ર રચીને પોતાના ભાણેજ સહિતના ત્રણ યુવકો પાસે આ કૃત્ય કરાવ્યુ હતું. પોલીસે પત્ની, પ્રેમી સહિતના ચારની ધરપકડ કરી હતી જ્યારે એક યુવકની શોધખોળ ચાલી રહી છે. યુવકના મોત પાછળ પત્ની જવાબદાર હોવાનું સામે આવતાં ગરબાડા પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ગરબાડા તાલુકાના ગુલબાર ગામના પાટીયા ફળિયામાં રહેતો હિમતા મંડોડ 14મી એપ્રિલે સાંજે ગુમ થયા બાદ તેની લાશ 21મી એપ્રિલે બોરિયાલી ગામના દિવાન યાવાડ ફળિયાના ખુલ્લા ખેતરોમાં આવેલા કૂવામાંથી ડિકમ્પોઝ હાલતમાં મળી હતી. હત્યાની આશંકામાં પોલીસે મૃતક હિમતાની પત્ની મસુડી બેનના પ્રેમી એવા ગુલબાર ગામના જ કુટુંબી રસુલ મંડોડ સહિતના લોકોની પુછપરછ હાથ ધરી હતી પરંતુ કોઇ પરિણામ મળ્યુ ન હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન લેવાયેલા વિશેરાના રિપોર્ટમાં હિમતાનું મોત પાણીમાં પડ્યા પહેલાં થયું હોવાનું ખુલ્યું હતું. ત્યારે એસ.પી ડો.રાજદિપસિંહ ઝાલાની સુચનાથી એલસીબી અને ગરબાડા પોલીસે પુન: તલસ્પર્શી તપાસમાં જોતરાઇ હતી. ત્યારે ટેક્નિકલ પુરાવાના આધારે રસુલની ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવતા તેણે હકિકત કબુલી લીધી હતી.હિમતા અને પત્ની સમુડી વચ્ચે અવાર નવાર ઝગડા થતા હોવાથી સમુડી ઉર્ફે શર્માએ પ્રેમી રસુલને મળીને ઘરવાળો ખુબ જ પજવે છે, તેને મારી નાખવાનો છે, મને મદદ કર, હું તને 50 હજાર રૂપિયા આપીશ તેમ કહ્યું હતું. રસુલે હત્યા કરવાનું કામ નાની બોરીયાલી ગામે રહેતા તેના ભાણેજ નન્નુ ખીમા અમલિયાર, ગુલબારના ઇશ્વર ઉર્ફે ગાંડા મંડોડ અને અન્ય એક નન્નુ નામક યુવકને સોંપ્યુ હતું. આ ત્રણે યુવકોએ હિમતાને કતવારાથી બોરિયાલા લઇ જઇને તેણે જ ગળે પહેરેલા રૂમાલ વડે ગળે ટુંપો આપી દીધો હતો. આ સાથે તેનો મોબાઇલ પણ તોડી નાખીને લાશ સાથે તેને પણ કૂવામાં પધરાવી દીધો હતો. તમામે પોતાના ગુનાની કબુલાત કરી લેતાં ગરબાડા પંથકમાં ખળભળાટ સાથે ચર્ચાનો વિષય બન્યો છે. હત્યાના બીજે દિવસે પ્રેમીને સોપારીના 10 હજાર આપ્યા રસુલે સિફત પૂર્વક હિમતાની હત્યા કરાવી નાખી હતી. ત્યારે હિમતો ગુમ હોવાથી પરિવાર શોધખોળ કરી રહ્યુ હતુ ત્યારે દાહોદ આવેલી સમુડીએ બેંકમાંથી 30 હજાર રૂપિયા કાઢ્યા હતાં. તેમાંથી 10 હજાર રૂપિયા પ્રેમી રસુલને હત્યા કરવાની સોપારી પેટે આપ્યા હતાં. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) 14 એપ્રિલે હિમતાને મારી નાખવાનું નક્કી કરીને રસુલ હિમતાને પોતાની બાઇક ઉપર બેસાડીને પોતાની છોકરીનું આણું લેવાના બહાને ગડોઇ ગામે લઇ ગયો હતો. ત્યાંથી રસુલ તેમજ તેના અન્ય ત્રણ સાથે પત્ની સમુડીના સંપર્કમાં રહ્યા હતાં. હિમતાને કતવારા ગામના બજારમાં લાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. રસુલ હિમતાને સાંજના સમયે કતવારા લઇ આવ્યો હતો ત્યારે બે બાઇક લઇને ત્યાં ધસી આવી બે નન્નુ અને ઇશ્વરે આકસ્મિક મળ્યાનો ડોળ કર્યો હતો. ત્યાર બાદ રસુલે હિમતાને દારૂ પીવડાવવા માટે ભાણેજ નન્નુને 1 હજાર રૂપિયા પણ આપ્યા હતાં. દારૂ પીવા માટે મનાવી ત્રણે હિમતાને પોતાની સાથે લઇ ગયા હતા. જ્યારે રસુલ પોતાની દિકરીને લઇને ઘરે જતો રહ્યો હતો. નન્નુ મંડોડે તક જોઇ હિમતાના બંને હાથ પાછળથી પકડી લીધા હતા જ્યારે નન્નુ અમલિયારે છાતી ઉપર પગ મુકીને હિમતાના ગળામાં બાંધેલા રૂમાલથી ટુંપો દઇ દીધો હતો. આ વખતે ઇશ્વર ઉર્ફે ગાંડાએ પગ પકડી રાખ્યા હતાં. હત્યા બાદ ત્રણેએ મોબાઇલ તોડી નાખી લાશને કૂવામાં નાખી જતાં રહ્યા હતાં.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं