Dani data એપ્લિકેશન કૌભાંડના એક આરોપીને પાટણ પોલીસ આગ્રા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે પાટણ લાવી છે. દાની ડેટા એપ્લિકેશન કૌભાંડનો આ આરોપી અંકિત ગોસ્વામી છે અને તે દિલ્લીનો રહેવાસી છે. દાની ડેટા એપ્લિકેશન દ્વારા આ આરોપી અંકિત ગોસ્વામીએ 10-03-2022થી 13-03-2022 સુધી 70.80 કરોડની છેતરપિંડી કરી હતી. 

EDએ અમદાવાદ, નવસારી સહિત દેશમાં એકસાથે 14 ઠેકાણે દરોડા પાડ્યા હતા 

દાની ડેટા એપ્લિકેશન કૌભાંડ મામલે ગત વર્ષે EDએ ગુજરાતના અમદાવાદ, કચ્છ, નવસારી અને દિલ્હી સહિત કુલ 14 ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ED દ્વારા કેટલાક ડૉક્યુમેન્ટ્સ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા હતા. 

આ ગેમીંગ એપ્લિકેશન ગેરન્ટેડ રિટર્નની ઓફર કરતી હતી, જેમાં દરેક ગેમમાં ઓછામાં ઓછું 0.75 ટકા રિટર્ન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જો કે આરોપીઓએ લોકો પાસે ગેમમાં નાણાં ભરાવ્યાં બાદ તે નાણાં ઉપાડી પ્લે સ્ટોર્સ પરથી એપ્લિકેશન હટાવી દીધી હતી.