પેટલાદ ખાતે આવેલ આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું.23 જાન્યુઆરીથી 29 મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર તાલીમ યોજાઈ હતી. તાલીમમાં આણંદ જિલ્લાની 13 કોલેજના 65 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઉદ્યોગ સાહસિકતા અંગે પાવાગત સમજણ, સર્જનાત્મકતા, ઉદ્યોગની તકો અને પસંદગી વિવિધ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓની માહિતગાર કરવામાં આવ્યા હતા. તજજ્ઞો દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ  ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા, પેટલાદ કોલેજના આચાર્ય ડો.વિમલભાઈ જોશી, ખેડા સાયન્સ સેન્ટર માંથી આવેલ કેશુભાઈ વાણીયા, રોહનભાઈ વાણીયા, તથા કોલેજના નોડલ ઓફિસર સાગરભાઇ વૈદ્યના માર્ગદર્શન યોજાયો હતો. કાર્યક્રમનું ઉદઘાટન કોલેજના ડો.કાંતિભાઈ વણકર અને ડો.રાકેશભાઈ જસરાય ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્યકો ઉપસ્થિત રહ્યા. હતા