ડીસાના જૂનાડીસા-પાટણ રોડ ઉપર ખરડોસણ નજીક સોમવારે રાત્રે ગાયની અડફેટે બાઇક ચાલકનું મોત થયું હતુ. જેઓ બહારગામથી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો.
ડીસા તાલુકાના ખરડોસણના વાસીભાઇ જગશીભાઇ પ્રજાપતિ મંગળવારે બહારગામ ગયા હતા. જેઓ રાત્રે ઘરે જવા માટે જૂનાડીસા પાટણ હાઇવે પર અંબાજી હાઇટેક કોલ્ડ સ્ટોરેજ નજીકથી પસાર થઇ રહ્યા હતા.ત્યારે રસ્તામાં ગાય સાથે બાઇક અથડાઇ હતી.
આ અકસ્માતમાં વાસીભાઇ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જેમના મૃતદેહને ડીસા સિવિલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.