પેટલાદ તાલુકાના સુંદરણાથી ગોરેલ બ્રિજ ઉપર અજાણ્યા પુરુષનો અજાણ્યા વાહનની ટક્કરે કચડાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સમગ્ર બનાવવાની જાણ ગ્રામ્ય પોલીસને થતાં ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને વ્યક્તિના જેકેટ અને હાથે પાડેલા ટેટુના આધારે પોલીસે મરનર વ્યક્તિ કોણ છે? તેની તપાસ હાથ ધરી છે. કોઈને પણ આ વ્યક્તિ વિશે માહિતી હોય તો ગ્રામ્ય પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું છે.