ખેડબ્રહ્માના ગલોડીયા ખાતે ગ્રામ વનની મુલાકાત લેતા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવે
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ગલોડીયા ગામમાં સામાજીક વનીકરણ વિભાગ સાબરકાંઠાની વિસ્તરણ રૈન્જ ખેડબ્રહ્મા દ્વારા નિર્માણ કરેલ ઉપવનની જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેએ મુલાકાત લીધી હતી. સાબરકાંઠાની વિસ્તરણ રૈન્જ ખેડબ્રહ્મા ધ્વારા વર્ષ ૨૦૧૩-૧૪ થી વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષ સુધી કુલ ૮૨.૦૦ હેકટર જમીનમાં ૧,૧૫૦૦૦ જેટલાં વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યુ છે. જે અનુસંધાને સાબરકાંઠા જીલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા અને નાયબ વન સંરક્ષકશ્રી એસ.ડી પટેલ ધ્વારા ગ્રામવનની મુલાકાત લેવામાં આવી હતી. ખેડબ્રહ્માના ગલોડીયા ગામમાં વર્ષ ૨૦૧૪-૧૫ માં.૪.૦૦ હેક્ટર તથા વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૨.૦૦ હેક્ટરમાં ગ્રામવનનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. જેમાં વર્ષ ૨૦૧૪-૧૫ ના ગ્રામવનની સરકારશ્રીના નિતિ-નિયમ મુજબ ઈ-ઓક્શનમાં ૧૧ લાખની હરાજી થયેલ છે. ગલોડીયા ગામે મનરેગા યોજના હેઠળ વિસ્તરણ રેન્જ ખેડબ્રહ્મા ધ્વારા નેકેટ સાગ ઉછે૨ ૧.૫૦ લાખ રોપા અને વાંસ નેક્રેટ ૧.૫૦ લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે.*