મહેસાણાની 50થી વધુ સોસાયટીના રહીશોએ ઉગામ્યું ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર, જાણો શું છે સમગ્ર મામલો
મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો ના હોવાથી સોસાયટીઓના રહીશોને મકાન વેચવા મજબૂર થવું પડ્યું છે અને તેના જ કારણે સ્થાનિકોમાં ઘણા લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી હરિહર, પંચશીલ, ન્યુ આસોપાલવ, જયવિજય, ચાણક્ય, ધરતી ટાઉનશીપ સહિતની 50થી વધુ સોસાયટીઓના રહીશોએ હવે ચૂંટણીનો વિરોધ નોધાવ્યો છે. આ માટે સોસાયટીઓમાં અશાંત ધારાનો અમલ નહિ તો ચૂંટણીનો બહિષ્કારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. બહુ સંખ્યક રહીશોની સોસાયટીઓમાં અશાંત ધારાના અમલ માટે ચૂંટણી બહિષ્કારના પોસ્ટરોથી મામલો ગરમાયો છે.