સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને શાનદાર ઉજવણી
સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી, ધોરણ ૧૨ માં ખૂબ જ સારા ટકા મેળવનાર દિકરી કોમલબેન દાનાજી બાલુજી પરમારના વરદહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો
જેનાલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી
સરપંચશ્રી રાણાભાઈ ઉકાભાઈ રબારી સાથે વાલીગણ,એસ એમ સી સભ્યગણ ગ્રામજનો, દાતાશ્રીઓ, માતાઓ, બહેનો, દીકરીઓ,દિકરાઓ,યુવાનો માટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
વીરજી કસ્તૂરજી બીજોલજી સોલંકીએ ૫૧૦૦/- અંકે રૂપિયા પાંચ હજાર એકસો પુરા રોકડ દાન સપ્રેમ ભેટ આપ્યા
સોમતુજી પોપટજી ગલાબજી પરમાર પરિવાર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્ટીલના ગ્લાસ સપ્રેમ ભેટ આપવામાં આવ્યા
વિરસિંગ બાલાજી ફતાજી પરમાર પરિવાર અને શ્રી ભીખાજી જેણાજી ફતાજી પરમાર પરિવાર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્ટીલની ડીશ સપ્રેમ ભેટ આપવામાં આવી
નરસિંહજી પોપટજી બીજોલજી સોલંકી પરિવાર અને શ્રી ભૂપતજી પોપટજી બીજોલજી સોલંકી પરિવાર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને ચોપડા અને પેન્સિલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યા
વિષ્ણુસિંહ જેણાજી પરમાર પરિવાર (મહાકાળી ડી જે સાઉન્ડ-જેનાલ) તરફથી સાઉન્ડની સેવા આપવામાં આવી.
તમામ દાતાશ્રીઓનું શાળા પરિવાર દ્ધારા સન્માન કરવામાં આવ્યું.
સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશ્વિનસિંહ સોલંકી તરફથી ઉપસ્થિત સૌના માટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સફળ સંચાલન શાળાના આચાર્યશ્રી અશ્વિનસિંહ સોલંકીએ કર્યું હતું
પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ૧૫૫૫૧/- અંકે રૂપિયા પંદર હજાર પાંચસો એકાવન પુરા રોકડ દાન ઉપસ્થિત સૌના તરફથી મળ્યું