સુરેન્દ્રનગર શહેરની નુરેમહમદ સોસાયટી વિવેકાનંદ-૨ સામેથી જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા ૬ શખ્સોને રોકડા રૂા.૧૦,૨૫૦ સાથે ઝડપી લીધા હતાં. સુરેન્દ્રનગર નુરેમહમદ સોસાયટી વિવેકાનંદ-૨ સામે કેટલાક શખ્સો જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ ટીમે દરોડો કર્યો હતો.જેમાં જુગાર રમતા અસરફભાઇ ઉસ્માનભાઇ જુનાણી, વિજયભાઇ હનુભાઇ કણઝરીયા, શંભુભાઇ રામસીંગભાઇ ફીચડીયા, વિનુભાઇ અરજણભાઇ મોટપીયા, રજાકભાઇ ઉસ્માનભાઇ જુનાણી અને ઇકબાલભાઇ ઉસ્માનભાઇ જુનાણીને ઝડપી લીધા હતાં. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂા.૧૦,૨૫૦ તથા ગુડદી પાસા સહીતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જો કે જુગારના દરોડા દરમિયાન માત્ર રોકડ રકમ જ ઝડપાઇ હતી, વાહનો કે મોબાઇલ ના ઝડપાતા પોલીસની કામગીરીને લઇને સવાલો ઉઠયા છે.