ડીસામાં જીલ્લા કક્ષા ખેલ મહાકુંભ 2.0 ની ખોખો સ્પર્ધા 2024 નું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાઓની અલગ-અલગ તાલુકાની કુલ 84 ટીમોએ ભાગ લીધો હતો.

ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 2.0 ની ખો-ખો સ્પર્ધા 2024 યોજાઇ હતી. આ સ્પર્ધામાં ભાઈઓને અંદર 14 અને અંડર 17 તેમજ વિજેતા અને રનર્સ ટીમોએ ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાંથી કુલ 84 ટીમો ભાગ લીધો હતો. બે દિવસ દરમિયાન અલગ અલગ ટીમો વચ્ચે સ્પર્ધા યોજાશે.

જ્યારે અન્ડર 14 અને અંડર 17 તેમજ બહેનોની વિજેતા અને રનર્સ એમ બંને ટીમો પણ રમવા માટે આવતીકાલે આવવાની છે. આ સમગ્ર ટીમોમાંથી એક બહેનમાંથી એક ટીમ ભાઈઓમાંથી વિજેતા બની જોન કક્ષાએ ભાગ લેવા માટે જશે.