કાલોલ નગરપાલીકા દ્વારા નગરમાં અઠવાડિયા પહેલા જ બનાવેલા ડામર રોડ મા કોઈ પણ પ્રકારની ગુણવતા નુ ધોરણ જાળવેલ ન હોવાથી ઠેર ઠેર ખાડા પડી જવાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાતોરાત કોઈ પણ નગરજન જાણે નહી તે રીતે ડામર રોડ બનાવવામાં આવ્યા છે આખી રાત કામ કરી ને મંદીર થી કચેરી અને બસ સ્ટેન્ડ રોડ બનાવી દેવામાં આવ્યાં છે જેમાં કોઇ પણ જાતનું લેવલ કરેલ નથી પોસ્ટ ઓફીસ પાસે ગટર લાઈન પુરી દઈને રોડ બનાવેલ છે જેથી મોટા વાહનો પસાર થયા બાદ ખાડા ટેકરા ઉપસી આવ્યા છે દરગાહ પાસે ના નવા રોડ રોડ ગટર લાઈન અને પાણી ની લાઇન લીકેજ થતા મોટા મોટા ખાડા જોવા મળેલ છે મામલતદાર કચેરી પાસે એટલા તકલાદી રોડ છે કે જેના ઉપરથી ટુ વ્હીલર પસાર થાય અને બ્રેક મારે ત્યારે ડામર ની કપચી બહાર નીકળી આવે છે કોઈ જાતના નિયંત્રણ વગર કોઈ દેખરેખ વગર રાતોરાત રોડ બનાવવાનું શુ કારણ? કાલોલ નગરપાલીકા ની કોઈ જવાબદારી છે ખરી? કે પછી સરકારી નાણા નો વ્યય કરવા માટે છુપી સંમતિ આપી દીધી છે જે કોન્ટ્રાકટર દ્વારા રોડ બનાવાય છે તેના કામ બાબતે અગાઉ પાલિકાએ નોટીસ પણ આપેલ છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા નગરજનો ને સારા રસ્તા આપવામા આવશે કે પછી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા ની જેમ ચાલતી આવતી રીતી નીતી ચાલશે 

@ કાલોલ શહેર ભાજપ પ્રમુખ અને માજી કોર્પોરેટર ગૌરાંગ દરજી દ્વારા ચીફ ઓફિસર કાલોલ નગરપાલિકાને ઉદેશીને તકલાદી રોડ બનાવેલ હોવાથી કોન્ટ્રાક્ટર નું બિલ પાસ ન કરવા અને રોડની ગુણવત્તા ચકાસવા માટે ૪૨ નગરજનો ની સહી સાથે ગત વર્ષે નગરપાલીકા મા લેખિતમાં રજૂઆત કરી ડામર રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરે ગટર લાઈન ની ચેમ્બરો પૂરી દઈને રોડ બનાવ્યો હોવાનું જણાવ્યું છે  તેજ કોન્ટ્રાકટર હાલ કામ કરી રહ્યા છે જેથી આ મામલે મિલીભગત થઈ હોવાની ચર્ચાને વેગ મળેલ છે@