સુરેન્દ્રનગરના શખ્સ પાસેથી મિત્રતાના ભાવે નાણા લીધા હતા. જેના રકમની ચૂકવણી પેટે ચેક લખી આપ્યો હતો. જે બેલેન્સ પૂરતું નહોવાથી પરત આવ્યો હતો. આથી સુરેન્દ્રનગર કોર્ટમાં કેસ કરતા કોર્ટે આરોપીને 1 વર્ષની સજા અને ફરિયાદીને ચેકની રકમ રૂ. 1.80 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો.સુરેન્દ્રનગરના વિજયનગર સોસાયટીના રહીશ ગીરેન્દ્રસિંહ કેસુભા ઝાલાએ સુરેન્દ્રનગરના રાજરાજેશ્વરી સોસાયટીના રહીશ મહેન્દ્રસિંહ દિલુભા પરમાર સાથે રૂ.1.80 લાખ લીધા હતા. દરમિયાન ઉઘરાણી કરતા ચેક લખી આપ્યા હતા જે નાણાના અભાવે બેન્કમાંથી પરત આવ્યો હતો. આથી મહેન્દ્રસિંહે એન.જી.દવે મારફત કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે વકીલની દલીલ આરોપીએ આપેલ ચેક, રિટર્ન મેમો, આરોપીને નોટિસ, નોટિસ કર્યાની પહોંચ, આરોપીનો નોટિસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.બન્ને પક્ષોને સાંભળ્યા બાદ બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભગવાનદાસ ઇશ્વરલાલ તારાણીએ આરોપી ગીરેન્દ્રસિંહ કેસુભા ઝાલાને ગુનામાં તક્સરીવાર ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરિયાદીને ચેકની રકમ વળતર રૂપે રૂ.1,80,00 લાખ ચૂકવવાહુકમ કર્યો હતો. જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.