રાધાનેસડા ગામે સિંચાઈનું પાણી ના મળતા થરાદ પ્રાંત કચેરીએ પાઠવ્યું આવેદનપત્ર
વાવ તાલુકાના રાધાનેસડા ગામે નર્મદા કેનાલનું પાણી ના મળતા ખેડૂતોએ નાયબ કલેકટર પ્રાંત કચેરી થરાદને પાઠવ્યું હતુ આવેદનપત્ર અને જણાવ્યું હતું કે અમારા ગામે આકોલીથી રાઘાનેસડા માઇનોર કેનલમાં છેલ્લા 15 દિવસથી પાણી આપવા વિનંતી કરેલ છે અમારા ખેતરમાં હજારો રૂપિયાનો ખર્ચો કરી જીરું. રાયડુ વગેરે પાકોને પુખેલ છે પરંતુ આજ સુધી અમને પાણી આપેલ નથી અમારા ગામના ખેડૂતોએ ચારથી પાંચ વખત રૂબરૂ નર્મદા કેનાલ ની ઓફિસે આવવા છતાં અમને કોઈ યોગ્ય જવાબ મળતો નથી વારંવાર મેવાડા સાહેબને મળવા છતાં કોઈ જવાબ મળતો નથી જયારે અમે જવાબદાર અધિકારી જોડે ફોનથી વાત કરીએ તો એવો જવાબ મળેછે કે તમને ટૂંક સમયમાં પાણી મળી જશે આમ કહી ફોન પણ મૂકી દે છે જેથી અમે ખેડૂતો ખૂબ જ દુઃખી છીએ અમારી એક માંગ છે અમારો ધંધો ખેતીનો છે સિઝન પૂરી થવા છતાં હજુ સુધી અમને પાણી આપવામાં આવ્યું નથી જો અમને પાણી આપવામાં આવે તો ખેતી કામ કઇ રીતે કરીએ અને પશુધન ને કઇ રીતે નભાવીએ જેથી કરી અમોને તરત જ પાણી છોડવા એવી અમારી માંગ છે ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અત્યારે ચૂંટણીનો માહોલ છે ચાલી રહ્યો છે ત્યારે અમે સ્થાનિક ધારાસભ્ય ને પણ જણાવ્યું હતું કે અમને નર્મદા કેનાલ નું પાણી મળતું નથી તેમ જણાવવા છતાં તેમને પણ કોઈ પ્રકારની અમારી રજુઆત સાંભળી નથી તેમ જ નર્મદા નું પાણી ચાલુ કરાવેલ નથી આમ અમે અનેક પક્ષના લોકોને કેનાલમાં પાણી ચાલુ કરાવવા માટે રજૂઆત કરી પણ કોઈ નેતાઓ અમારું સાંભળતા નથી જો અમને ટૂંક સમયમાં પાણી નહીં મળે તો અમે આંદોલન કરીશું એવી ચીમકી ઉચ્ચારી હતી..
અહેવાલ : કિરણ એપા
વાવ બનાસકાંઠા