લીંબડી સાયલા હાઇવે પરથી એલપીજી ભરીને ટેન્કર પસાર થઇ રહ્યું હતું જેના પર કાબૂ ગુમાવતા પલટી ખાઇ ગયું હતું. આ ટેન્કરમાં એલપીજીભરેલો હોવાથી ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આથી સુરેન્દ્રનગરથી બે ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ગેસ લિક થયો ન હોવાથી કોઇ દુર્ધટના સર્જાઇ ન હતી. જ્યારે ડ્રાઇવરને ઇજા થઇ હોવાથી સારવાર આપી ક્રેઇનથી ટેન્કર ઊભું કરી સાઇડમાં મૂકાયું હતું.આ ટેન્કરમાં ગેસ ભરેલો હોવાથી તાત્કાલિક સુરેન્દ્રનગર ફાયર વિભાગને જાણ કરાઇ હતી.આથી ગેરેજ સુપ્રિટેન્ડરન્ટ શૈલેષભાઇ પરમારનીસૂચનાથી બે ફાયર ફાઇટર સાથે લઇ દેવાંગભાઇ દુધરેજીયા, રાહુલભાઇ, અશોકસિંહ, શક્તિસિંહ, જયભાઇ, ગોવિંદભાઇ સહિત ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં સ્થિતિ પારખી પુલપરથી અવરજવર બંધ કરાવાઇ હતી. જ્યારે એકવધારે ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યુંહતું. બનાવમાં રાત્રે 7 થી મોડી રાત્રીના 3 કલાકસુધી સ્થળ પર રહ્યા હતા. જ્યારે બનાવમાં કોઇજાનહાનિ થઇ ન હતી ડ્રાઇવરને ઇજા થઇ હોવાથી સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે ગેસ લિકેજ ન થયો હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રે રાહનતો શ્વાસ લીધો હતો. જ્યારે ક્રેઇનની મદદથી ટેન્કર સીધુ કરી સાઇડમાં મૂકી રસ્તો ફરી ધમધમતો કરાયો હતો.