કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરાયો

ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક મળી હતી. કટ્ટાના ભાડામાં વધારો કરાયો છે. હવે પ્રતિ કટ્ટાએ 19 રૂપિયા વધુ ભાડુ ચૂકવવાનું રહેશે અને 12.59 રૂપિયા ગ્રેડીંગ ચાર્જ અલગથી આપવાનો રહેશે. બેઠકમાં બટાકાના ભાવ, સંગ્રહ માટેનું ભાડુ, લેબર, ફેંગીગ, ગ્રેડીંગ સહીતની બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લામાં હાલ 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે. જેની કેપેસિટી 3.15 કરોડ કટ્ટાની છે.