ડીસા શહેરના રીજમેન્ટ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ડીસા ઉત્તર પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ અંગેની વિગત એવી છે કે, ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં રહેતો 35 વર્ષીય પ્રવિણભાઇ ઉર્ફે ભરતભાઇ દશરથભાઇ રાવળ છૂટક મજૂરી કરતો હતો. તેણે થોડા સમય અગાઉ હારીજ તાલુકાના કુકરાણા ગામે રહેતા બબીબેન સાથે લગ્ન થયા હતા. બબીબેને કુકરાણા ગામેથી છૂટાછેડા લઈ પ્રવિણ સાથે લગ્ન કરેલા હતા અને બબીબેન પોતાની સાથે એક નવ વર્ષની દીકરીને લઈને આવેલા હતા.
તેઓ બંનેના લગ્ન જીવન દરમિયાન તેમને કોઈ સંતાન ન હતું. બબીબેન રસોડામાં મજૂરી કામ કરે છે જ્યારે પ્રવીણ માર્કેટ યાર્ડમાં છૂટક મજૂરી કરતો હતો. ગઈકાલે સાંજે બબીબેન પોતાના બહેનના ઘરે ગયેલા જ્યાંથી રાત્રે આઠેક વાગ્યે પરત આવતા તેમના ઘરનો દરવાજો ન ખુલતા તેઓએ આજુબાજુના લોકોને બોલાવી તપાસ કરતા અંદર તેમના પતિ પ્રવિણભાઇ રાવળ પંખા સાથે સાડી વડે ગળાફાંસો ખાઈ લટકેલા હતા.
જેથી તેઓએ તેમના સાસરી પક્ષના લોકોને જાણ કરી બોલાવતા દરવાજો તોડી પ્રવિણભાઇની લાશને નીચે ઉતારી પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રવિણભાઇએ કોઈ અગમ્ય કારણસર આપઘાત કરી લેતાં પોલીસે તેઓની લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.