બનાસકાંઠા જિલ્લા પોલીસ વળા અક્ષયરાજ મકવાણાની સુચનાથી બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ગતરોજ છાપી ગામે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નંબર વગરનું બાઈક લઈને ઉભેલા એક શખ્સ શંકાસ્પદ જણાતા તેને રોકાવી તપાસ કરતા તેની પાસે કાગળિયા ન હતા અને તેની વધુ પૂછપરછ કરતા તેને ઊંઝા અને વિસનગરમાંથી ત્રણ બાઇક ચોરીની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી ચોરીના ત્રણ બાઇક કબજે કર્યા છે
બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ ડી.આર.ગઢવી ના માર્ગદર્શન હેઠળ. એલસીબીના મહેશભાઈ ચૌધરી રાજેશભાઈ અરજણાજી ઈશ્વરભાઈ ધરમપાલસિંહ અને કનકસિંહ સહીત ની ટીમ ગતરોજ છાપી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મજાદર ગામના પાટીયા પાસે એક નંબર વગરના બાઈક ચાલકને રોકાવી તેની પાસે ગાડીના કાગળો માંગતા કોઈ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે ઊંઝા અને વિસનગરમાંથી ત્રણ બાઈકો ની ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે સંજયજી ઉર્ફે કાળીયો મંગાજી ઠાકોર રહે.છાપી ઠાકોરવાસ તા.વડગામ વાળાની અટકાયત કરી તેની પાસેથી ત્રણ ચોરીના બાઈક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે