ડીસા (મેરૂજી પ્રજાપતિ)

 લાખણી તાલુકામાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે અગ્રણી ભૂમિકામાં રહેતું જસરા ગામ અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા મહાશિવરાત્રી ના અવસરે દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાનો અને ગુજરાત નો સૌથી મોટો મેગા અશ્વ શો - જસરા- બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના જસરા ગામે યોજાય છે. આ વર્ષે આગામી તા.૦૪-૦૩-૨૦૨૪ થી તા. ૦૮-૦૩-૨૦૨૪ મહાશિવરાત્રી સુધી યોજાનાર છે જેમાં અશ્વ - કેમલ - ડોગ ની વિવિધ હરિફાઈઓ અને પ્રદર્શનો યોજવામાં આવનાર છે 

આ સમિતિ એ આ વર્ષ થી “જસરા મહોત્સવ “ એવા નામથી સમિતિ નો નવો લોગો બનાવી તેનું લોન્ચિંગ ગુજરાત વિધાનસભા ના આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ના વરદ હસ્તે તેમજ રાજ્યના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા ની ઉપસ્થિતમાં વિધાનસભાના અધ્યક્ષશ્રીના કાર્યાલય ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું.

ભારત દેશ ના ખૂણે ખૂણે ઇતિહાસ ને અમર બનાવનાર અશ્વ શક્તિ નુ સન્માન કરવામાં ડંકો વગાડનાર શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી ના અવસરે રાષ્ટ્રનું કક્ષા નો ગુજરાત નો સૌથી મોટો મેગા અશ્વ શો - જસરા ના “ જસરા મહોત્સવ “ એવા લોગો ને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ના વરદ હસ્તે તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા ની ઉપસ્થિત લોંચ કરેલ જેમાં સમિતિ ના અધ્યક્ષ મહેશ દવે , આનંદ દેસાઈ, કહાન પટેલ, ભૂપેંદ્ર દેસાઈ,એ કે જાડેજા,મનિષ ચૌધરી,વિહાજી રાજપૂત,જીગનેશ જોષી,કિરણ પટેલ,હરજી ચૌધરી વિગેરે ઉપસ્થિત રહેલ.