National Voters Day: साथी 74 વર્ષ પહેલા ચૂંટણી પંચની સ્થાપના કરાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઊજવાય છે. શું તમને ખબર છે કે સ્વતંત્ર ભારતમાં પહેલો મત કોણે આપ્યો હતો? ભારતમાં પહેલી ચૂંટણી 1952માં યોજાઈ, પરંતુ ત્યારની રાજ્ય વ્યવસ્થા પ્રમાણે પર્વતીય વિસ્તારોમાં 25 ઓક્ટોબર 1951ના રોજ મતદાન યોજાયું. આ દરમિયાન હિમાલય પ્રદેશના કિન્નોરના રહેવાસી શ્યામ સરણ નેગી પહેલો મત આપીને સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર બન્યા હતા. તેમણે જીવનમાં 33 વાર મતદાન કર્યું હતું. બીજી નવેમ્બર 2022ના રોજ તેમણે છેલ્લો મત આપ્યો હતો. પહેલી જુલાઈ 1917ના રોજ જન્મેલા નેગી પાંચમી નવેમ્બર 2022ના રોજ 105 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા.