કાલોલ નગર મધ્યે આવેલી સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા આધેડ દ્વારા અયોધ્યા ખાતે આવેલા નૂતન શ્રી રામજી મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામજી ની મુર્તિ બાબતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુર્તિ નો ફોટો મુકી અણછાજતી પોસ્ટ મુકી પોતાનો અંગત વિચાર છે એમ જણાવી વાયરલ કરતા કાલોલ સહિત આસપાસ ના હિંદુ સંગઠનો અને નાગરિકો એ કૉમેન્ટો કરી પ્રભુ શ્રી રામ ની જન્મ ભુમિ પર રામજી ની મુર્તિ બાળ સ્વરૂપ ની હોવાનો ખુલાસો કર્યો હતો અને પોસ્ટ મુકનાર ઉપર ભારે પસ્તાળ પાડી હતી તેમ છતાં પણ પોતાની વ્યક્તિગત માન્યતા ના નામે જકકી વલણ અપનાવી બહુજન સમાજ ની લાગણીઓ દુભાવી હોઈ કાલોલ ના હિંદુ સંગઠનો અને યુવાનોએ પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ કરવાનો નિર્ણય કરતા ફેસબુક મુકનાર ને પોતાના સમાજ અને સગા સંબંધીઓ દ્વારા સમજાવતા હિંદુ સંગઠનો અને સમાજની જાહેર માફી માંગતો વિડિયો બનાવી પોતાની ભુલ બદલ ખેદ વ્યક્ત કરેલ અને વિવાદિત પોસ્ટ સહિત પોતાનુ ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધેલ.