કાલોલ તાલુકાના વાજબી ભાવના ૬૮ દુકાનદારો પૈકી ૩૭ દુકાનદારો ને જાન્યુઆરી માસ પુરો થવા આવ્યો ત્યા સુધી પુરવઠા વિભાગ દ્વારા જથ્થો હજુ સુધી મળેલ નથી જેને પરિણામે કાલોલ મામલતદાર કચેરીમાં મામલતદાર વાય જે પુવાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે મામલતદારે દુકાનદારો ની રજુઆત જીલ્લા પુરવઠા વિભાગ મા મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે દુકાનદારોની રજુઆત છે કે જે ૩૧ દૂકાનો ને જથ્થો મળ્યો છે તે પણ અપૂરતો મળેલ છે બાકીના ૩૭ દુકાનદારોને હજુ સુધી અનાજ નો જથ્થો નહી મળવાથી વિતરણ થઈ શકેલ નથી ગ્રાહકો દરરોજ દુકાનો ના ધક્કા ખાઈ પરત ફરી રહેલા જોવા મળે છે કાલોલ પુરવઠા વિભાગ ના ગોડાઉન ખાતે મેનેજર નો ચાર્જ હાલ નાયબ પુરવઠા મામલતદાર પાસે છે અને હાલમા નવા અધિકારી ને ચાર્જ આપેલ છે પરંતુ તેઓએ ચાર્જ લીધો નથી વધુમાં ગોડાઉન ના કોન્ટ્રાકટર પાસે પુરતા સાધનો નહી હોવાથી પણ સમયસર જથ્થો દૂકાનો સુઘી પહોચાડી શકાયો નથી તેવુ દુકાનદારો નુ કથન છે ત્યારે દુકાનદારો જીલ્લા પુરવઠા અધિકારી અને જીલ્લા પુરવઠા મામલતદાર ને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવા માટે જનાર હોવાનુ જાણવા મળેલ છે ત્યારે કાલોલ તાલુકાના વાજબી ભાવના સરકારી દુકાનદારો ને માસ પુર્ણ થતા અગાઉ જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं