પુત્રના લગ્ન પુરા કરી ક્રેટા કારમાં અન્ય પરિવારજનો સાથે આવતા દંપતિના મોત નીપજ્યા છે. જ્યારે જાનમાંથી પરત ફરતા અન્ય ત્રણ લોકોને પણ ઇજા થતાં તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. પુત્રના લગ્ન પૂર્ણ કરી અને થાનગઢ પરત ફરતા હતા તે દરમિયાન લીંબડી રાજકોટ હાઇવે ઉપર ઓવરલોડ ભરેલું ડમ્પર બેફામ સ્પીડે આવી રહ્યું હતું ત્યારે સામે આવતી ક્રેટા કાર સાથે આ ડમ્પર અથડાયું હતું.મળતી વિગત અનુસાર લીંબડી લગ્ન પતાવી અને ત્યારબાદ થાનગઢ પરત ફરતા સમયે આ અકસ્માત સર્જાયો છે ક્રેટા કારમાં સવાર દંપતિનું મોત નીપજવા પામ્યું છે. જોકે અકસ્માતમાં મૃત્યુ પામનાર હરિભાઈ અલગોતર તેમની ઉંમર વર્ષ 45 છે ત્યારે મેરાબેન હરિભાઈ અર્ગોતર તેમની ઉંમર 40 વર્ષ હોવાનું બહાર આવ્યું છે કે બંનેની ડેટબોડીને પીએમ માટે સાયલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે આ અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તેમને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ઘટનાને લઇ અને સાયલા સરકારી હોસ્પિટલના હાજર તબીબ દ્વારા જોરાવનગર પોલીસને જાણ કરવામાં આવતા જોરાવ નગર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે બેફામ દોડતા ડમ્પરે વધુ એક અકસ્માત સર્જી અને બે લોકોની જિંદગી મોતમાં હોમી દીધી છે જે ડમ્પર ચાલકે અકસ્માતરજ્યો છે તે ફરાર બની જવા પામ્યો છે હાલમાં જે ત્રણ ઇજાગ્રસ્તો છે તેમની હાલત પણ સિરિયસ હોવાનું જાણવા મળી રહ્યું છે.અકસ્માતને લઈ હાઇવે પ્રભાવિત બન્યો હતો પોલીસ ઘટના સ્થળે જઈ હાઇવે ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરી હતી અને ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દીકરાના લગ્ન પૂર્ણ કરી પરત ફરતા હતા તે દરમિયાન ફૂલ્ગ્રામ નજીક આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાઇવે રક્તરંજીત બન્યો છે. અકસ્માતને લઈને પોલીસ તપાસમાં ધમધમાટ શરૂ કરાયો છે. આ કરુણ બનાવથી લગ્નના ગીતો બાદ પરિવારમાં માતમ છવાઇ ગયો છે.