ઉમરેઠ.

આણંદ.

રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉમરેઠ નગરમાં શ્રી રામ લલ્લાની ભવ્ય શોભાયાત્રા દરમિયાન હિન્દુ મુસ્લીમ કોમી એકતા જોવા મળી

શોભાયાત્રા દરમિયાન ઉમરેઠ મુસ્લિમ સમાજ નું ધ પાવર ઓફ યુનિટી ગ્રુપ દ્વારા ઠંડા જ્યુસ ની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું

ઉમરેઠ ધર્મશાળા માતાની લીમડી તરફથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભા યાત્રા નીકળવામાં આવી, જેમાં ઉમરેઠનગરના તમામ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. ભવ્ય શોભા યાત્રાનું વિવિધ વિસ્તારોમાં નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કોમી એકતાના દર્શન પણ ઠેર ઠેર જોવા મળ્યા હતા. દરજીવાડના નાકે ઉમરેઠના પત્રકારો દ્વારા ઠંડા પાણી ની બોટલો વેંચવામાં આવેલ હતી,આ પ્રસંગે પત્રકારો ભવાનજી કચ્છી પટેલ,વિનોદ રાઠોડ,રફીક દીવાન, વાહીદ પઠાણ, કાલુ બડે,ઇમરાન કાજી,રમીઝ વોહરા (Rvsarkar),પરેશ દોશી,ઐયુબ વોહરા હાજર રહ્યા હતા તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી ભવાનજી પટેલ, દીપકભાઈ પટેલ દ્વારા ઉમરેઠ શો મિલ એસોસિએશન ના પ્રમુખ મોહનભાઈ પટેલ ,ઉમરેઠ એમજીવીસીએલ ના જુનિયર એન્જિનિયર નયન ભટ્ટ , ઉમરેઠ ફોરેસ્ટ ઓફિસ વિક્રમસિંહ ઠાકોર , તથા ઉમરેઠ નગરપાલિકા નીતિનભાઈ પટેલ, કાઉન્સિલર શ્રી ભયલુભાઈ પટેલ, શૈલેષભાઈ બારોટ,ઉમરેઠ નગર પાલિકા પ્રમુખ કનુભાઈ બેંગલોરી, કારોબારી ચેરમેન સંજયભાઈ પટેલ,હર્ષ શેહરાવાળા ઉમરેઠ ભાજપ શહેર પ્રમુખ,વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ ઉમરેઠ ઓડ બજાર દરગાહ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ફૂલહાર થી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પંચવટી વિસ્તારમાં ઉમરેઠ મુસ્લિમ યુવાનો નું ધ પાવર ઓફ યુનિટી ગ્રુપ દ્વારા ઠંડી ફ્રુટી વેહચી ને યાત્રા નું તથા ઉમરેઠ પોલીસ,તથા શોભાયાત્રા માં જોડાયેલ ભવિભક્તો નું સ્વાગત કરવામાં આવેલ હતું. તેમજ કંસારા બજાર પાસે બાબુ ભાઈ ભગત (કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ)દ્વારા ઠંડી ફ્રુટી વેહ્ચી હતી તેમજ ઉમરેઠ પી.એસ.આઇ જી.એમ. પાવરા નું સ્વાગત રફીક દીવાન,રમીઝ વોહરા,ઇમરાન કાજી, વાહીદ પઠાણ,શાહરૂખ કાજી,તેમજ અલ્તાફ પઠાણ દ્વારા સ્વાગત કરવામાં આવેલ ,શોભાયાત્રામાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ નું આખા નગરમાં તથા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉમરેઠ પીએસઆઇ પાવરા સાહેબ દ્વારા શોભાયાત્રા ના રૂટ ઉપર પેટ્રોલિંગ કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો .